બહાદુર લોકો ને કિસ્મત નો સાથ મળે છે!!!

.

Tuesday 12 September 2017

સાચ્ચો પ્રેમ એટલે ? જો જો ક્યાંક આ પોસ્ટ ચુકાઈ નો જાય

ઘણા લોકો ક્યારે નહીં સમજી શકે કે પ્રેમ શું છે?
એનું સરસ ઉદાહરણ નીચે છે. વાંચવા જેવું છે.

એક પ્રેમીકા, તેના પ્રેમીને વાતચીત દરમ્યાન પૂછે છે કે, તું કેમ મને પસંદ કરે છે? તું કેમ મને પ્રેમ કરે છે?

પ્રેમીઃ “હું તેનું કોઇ કારણ કહી શકું તેમ નથી, પણ હા, તું મનેખુબ જ
પસંદ છે.”


પ્રેમીકાઃ જો તું મને તેનું કોઇ કારણ ના કહી શકે તો.. તું મને કેવી રીતે પસંદ કરી શકે અને પ્રેમ કરી શકે ?

પ્રેમીઃ મને ખરેખર તેનું કારણ નથી ખબર, પણ હું એ સાબિત કરી શકું કે હું તને પ્રેમ કરું છું.

પ્રેમીકાઃ સાબિત ? ના હું ઇચ્છું છું કે તું મને કારણ કહે. મારી એક મિત્ર નો દોસ્ત તેને કેમ ચાહે છે તેનું કારણ કહી શકે છે તો તું કેમ નહીં ?

પ્રેમીઃ સારું સારું…. અને તેણે કારણ આપવાનું ચાલું કર્યુ.

૧. કારણકે, તું ખુબ સુંદર છે.
૨. કારણકે, તારો અવાજ ખુબ મધુર છે.
૩. કારણકે, તું મારી સારસંભાળ રાખે છે.
૪. કારણકે, તું ખુબ જ પ્રેમાળ છે.
૫. કારણકે, તું મુક્તવિચારો ધરાવે છે.
૬. કારણકે, તારું સ્મિત ખુબ જ સુંદર છે.
૭. કારણકે, તારી દરેક હરકતો મને પસંદ છે.

પ્રેમીકા, પ્રેમી ના મુખે કારણો સાંભળી ને ખુબ જ ખુશ થઇ ગઇ.

અને થોડા દિવસ પછી, પ્રેમીકા નો અક્સ્માત થયો અને તે કોમા માં જતી રહી. તેના પ્રેમી એ એક પત્ર લખીને તેની બાજુ માં મુક્યો અને તેમાં
લખ્યુ હતું,

૧. તારો અવાજ ખુબ જ મધુર હતો કે જેના લીધે હું તને પ્રેમ કરતો હતો, પણ હવે તું બોલી નથી શકતી તેથી હું તને પ્રેમ ના કરી શકું.

૨. તારી સારસંભાળ રાખવા ની આદત મને પસંદ હતી, પણ હવે તો તે કરી શકતી નથી તેથી હું તને પ્રેમ ના કરી શકું.

૩. તારું હસવું તારી હરકતો, પણ હવે તું તે કરી શકતી નથી, તેથી હું તને પ્રેમ ના કરી શકું.

૪. જો પ્રેમ ને કારણોની જરૂર પડે, કે જેવી અત્યારે પડે છે, તો એવું કોઇ કારણ નથી, મારા માટે કે હું તને વધુ પ્રેમ કરી શકું.

શું પ્રેમ ને કારણ જોઇએ ?

ના, માટે હું હજુ પણ તને જ પ્રેમ કરું છું.

અર્થાત :-

પ્રેમ માં કોઇ શર્ત ના હોઇ,શર્ત રાખી ને પ્રેમ થાય તે પ્રેમ ના હોઇ શકે.તમો ને શું લાગે છે કે રાધા એ શ્યામ સાથે કોઇ શર્ત રાખી ને પ્રેમ કરયો હશે ના પ્રેમ માં કોઇ શર્ત હોતીજ નથી.પ્રેમ ફીલ કરી શકાય છે.

આજ કાલ લોકો પ્રેમ ને હવસ નું નામ આપી દે છે.મિત્રો પ્રેમ એ શરીર ની ભુખ નથી, ભુખ છે તે પ્રેમ નથી.પ્રેમ એટલે વિના કોઇ શરતે માત્ર આપવુંજ નહી કે લેવુ.રાધે એ માત્ર શ્યામ
ને પ્રેમજ આપ્યો કોઇ અપેષા વગર અને પ્રેમ માં સાથે રહેવું એ પણ મહતવ નું નથી પણ જે સમય સાથે હોય ત્યારે જીંદગી જે જીવી જાય તે
મહતવ નું હોય છે. 

પ્રેમી થી તેની પ્રેમીકા કોઇ દિવસ તેના થી દુર હોતીજ નથી તે તેના દિલ માં સ્થાન જ્માવી ને બેસી હોય છે.પ્રેમીકા હમેંશા પ્રેંમી ની આસપાસજ હોય છે.

“હર પળ લાગે છે કે જાણે, તું કયાંક આસપાસ છે,
ઉઘાડી આંખે દેખાતું આ સ્વપન, આ સત્ય છે કે
'આભાસ' છે.

Sunday 26 May 2013

કમાણી-ખર્ચ-બચત-સાહસ-રોકાણ-અપેક્ષા

મોંઘવારી ના આ યુગમાં વોરેન બફેટના બેઝીક ઇન્વેસ્ટમેન્ટ, ખર્ચા, બચત અને આવક વિશેના સુત્રો ઘણા ઉપયોગી છે. આપણે એ જાણીએ છીએ છતાં તેને સંપૂર્ણપણે અનુસરતા નથી. જો તેને અનુસરવામાં આવે તો મોંઘવારીનો ભય ચોક્કસથી દુર મોંઘવારી ના આ યુગમાં વોરેન બફેટના બેઝીક ઇન્વેસ્ટમેન્ટ, ખર્ચા, બચત અને આવક વિશેના સુત્રો ઘણા ઉપયોગી છે. આપણે એ જાણીએ છીએ છતાં તેને સંપૂર્ણપણે અનુસરતા નથી. જો તેને અનુસરવામાં આવે તો મોંઘવારીનો ભય ચોક્કસથી દુર થાય છે. તેમનું કહેવું છે કે જો આ સુત્રો થી તમારી લાઈફમાં કોઈ સુધારો આવે તો ભગવાનનો જ ઉપકાર માનજો કારણકે આ તો સામાન્ય જ્ઞાન છે અને હું તો તેમને માત્ર રીપ્રોડ્યુસ કરું છું.થાય છે. તેમનું કહેવું છે કે જો આ સુત્રો થી તમારી લાઈફમાં કોઈ સુધારો આવે તો ભગવાનનો જ ઉપકાર માનજો કારણકે આ તો સામાન્ય જ્ઞાન છે અને હું તો તેમને માત્ર રીપ્રોડ્યુસ કરું છું.


કમાણી:

એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.

એનો અર્થ એવો છે કે જયારે તમે યુવાન હો ત્યારે તમારું કામ છે કે બચત કરો અને રોકાણ કરો. જયારે તમે બીજા આવકના સ્ત્રોત તૈયાર કરો છો ત્યારે તમે તમારી નોકરી ની ફરજીયાતપણા કે નિર્ભરતા જેવી મજબૂરી ને દુર કરો છો. અને આનાથી તમે તમારો રસ્તો નક્કી કરી શકો છો અને તમે સ્વતંત્ર રીતે વિચારી શકો છો અને તેનો અમલ કરી શકો છો. જેટલું જલ્દી તમે આ કરી શકો તેટલું જ લાભદાયક.



ખર્ચ:
જેની જરૂર નથી તેવી વસ્તુ ખરીદો છો તો, જેની જરૂર છે તેવી વસ્તુ વેચવી પડશે:
આ વાત જરૂરિયાત અને મોજશોખ એમ બે વિભાગમાં તમારા ખર્ચ ને વહેચવા વિષે કહેવામાં આવેલી છે. જો કે જરૂરિયાત એ પેઢી દર પેઢી બદલાતી રહે છે. પરંતુ તમારું લક્ષ્ય અને તમે ક્યાં જવા માગો છો કે શું કરવા ઈચ્છો છો તેને ધ્યાનમાં રાખી સમજદારીપૂર્વક ખર્ચ કરવો જોઈએ, માત્ર દેખાડો કરવા માટે ખર્ચ કરવો ન જોઈએ.

બચત:
ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો:
આને એવું પણ કહેવાય છે કે “તમારી જાતને સૌથી પહેલા ચૂકવો”. એ સમજવું જોઈએ કે તમારા પેન્શન પ્લાન માં રોકાણ કરવું કે તમારા બાળકોના અભ્યાસ માટે અત્યારથી રોકાણ કરવું એ તમને વધારે બચત કરવામાં મદદકર્તા થશે. આમ કરવું કોઈ કુરબાની નથી પરંતુ માત્ર ખર્ચ ને થોડા સમય માટે રોકી રાખો છો. આથી સમજો અને બચત કર્યા પછી ખર્ચ કરો.

સાહસ:
બંને પગથી પાણીની ઊંડાઈ ના માપો:
જો તમે કોઈ જોખમ ઉઠાવવા ઇચ્છતા હો તો નાના પાયે શરૂઆત કરો, જો તમે પહેલા તબક્કાના રોકાણકાર છો તો મોટા રોકાણકારની સલાહથી બધાજ પૈસા ઇક્વિટી શેરમાં ન રોકો. એના બદલે નાની રકમથી શરૂઆત કરો અને જુઓ, સમજો. તમે શરૂઆત કરી શકો છો તમારી આવકના ૧૦% જેટલી રકમથી. અને આવી રીતે ૫ વર્ષ સુધી જુઓ અને સમજો. પછી આગળ વધો. અને વળતર ની ગણતરી કર્તા પહેલા ફુગાવા એટલે કે વધતી મોંઘવારીને પણ ધ્યાનમાં રાખો. અને પછી જ ખરા વળતરની ગણતરીને સમજો.

રોકાણ:
બધી વસ્તુ એક જ બાસ્કેટમાં ના રાખો:
તમે કેટલું જાણો છો કે તમને કેટલું આવડે છે એ વાત બાજુ પર રાખીને એક જ વાત કરીએ કે પોર્ટફોલીઓ બનાવો. બોન્ડ, બોન્ડ ફંડ, પીપીએફ, એનએસસી, ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ, મેડીકલ અને વીમો વગેરેથી પોર્ટફોલીઓ બનાવો.

અપેક્ષા:
પ્રમાણિકતા મોંઘી છે.
દરેક વ્યક્તિ પ્રમાણિક નથી હોતી, અને કોઈ પ્રમાણિક બનવા પણ ઇચ્છતું નથી હોતું. પ્રમાણિક સલાહકાર શોધવા એ અઘરું કામ છે અને ખાસ કરીને આરોગ્ય અને નાણાકીય બાબતો માટે, માટે સાવધાન રહો.

વોરેન બફેટ ના કમાણી, બચત, રોકાણ અને ખર્ચ વિશેના સોનેરી સુત્રો અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો.

સુવર્ણ વિચારો


મેલાં ને ઢંગધડા વિનાનાં કપડાંથી જો આપણને શરમ આવતી હોય તો પછી મેલાં ઢંગધડા વિનાનાં વિચારોથી તો આપણે સવિશેષ શરમાવું જોઈએ

જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ.


પરિશ્રમ આપણને ત્રણ આફતોથી ઉગારે છે : કંટાળો, કુટેવ અને જરૂરિયાત.

ભુલવા જેવી ઘટનાઓને ભુલતા શીખો ને જીવનમાં ઉતારવા જેવા પ્રસંગોને હૃદયમાં સંઘરતાં શીખો.

જે માણસ ખરેખર જાણે છે, તે બૂમો પાડતો નથી.

જો માનવી શીખવા માગે તો એની દરેક ભૂલ એને કંઈક ને કંઈક શિખામણ આપે છે.


Saturday 27 April 2013

સત્ય વિચારો


[1] જ્યારે બધું સારું હોય છે, ત્યારે બધું સારું હોય છે, પણ સહેજ અંધકાર આવવાનો શરૂ થાય છે ને પડછાયો પણ સાથ નથી આપતો, ભૂલતા નહીં !

[2] બીજના ચંદ્રનો વિકાસ થાય છે, પૂનમના નહીં. વાત ભૂલતા નહીં !

[3] વાવાઝોડાં સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો છે, એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે, ટટ્ટાર રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી !

[4] ભગવાનનો પાડ માનો કે તમે જે અનુમાનો બાંધો છો તે બધાં સાચાં નથી પડતાં !

[5] તમારા શબ્દનો મહિમા કરવા માટે ચૂપ રહેવાનું રાખો, બોલવું પડે તો ખૂબ ટૂંકાણમાં પતાવો !

[6] સવારે ખીલેલું ફૂલ સાંજે કરમાઈ જાય છે, યાદ રાખો. સતત ખીલેલું કશું રહેતું નથી !

[7] બીજાના જોરે પ્રકાશિત થવામાં વાંધો તો કશો હોતો નથી, પણ ક્યારેક પૂર્ણ પ્રકાશિત થવાનો મોકો મળે છે, બાકી તો દિવસે દિવસે વેતરાતું જવાય છે, ચંદ્રને ઓળખો છો ને ?


[8] કોઈને પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો. ફોરમ જેવો સહજ છે, પ્રયત્નથી થતો નથી !

[9] પ્રેમને અને આંસુને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી આંખમાંથી આંસુ વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !

[10] આપણી ઈચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે એનેય તમારી જેમ ઈચ્છા જેવું હોય ને !

[11] ઊગતા સૂર્યને પૂજવામાં કશું ખોટું નથી પણ ડૂબતા સૂરજને નકારવામાં ઊગતા સૂરજનું અપમાન છે, કારણ સૂરજ છે જેને સવારે તમે પૂજ્યો હતો ને કાલે પાછો ઊગવાનો છે !

[12] હથેળીમાં મૂકેલો બરફ લાંબો સમય રહેતો નથી, ઠંડક પણ નહીં. હૂંફ મૂકી હશે તો યાદગાર બનશે, પ્રયાસ કરજો !

[13] સમયના વહેણની સાથે સાથે કેટલાક સંબંધો પણ વહી જતા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. વહેણ પોતાની સાથે કેટલાક નવા સંબંધો પણ લઈને આવ્યું હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !

[14] સત્યની સ્પર્ધા હોતી નથી, સત્ય સ્પર્ધામાં હોતું નથી, સત્ય સ્પર્ધક નથી, નિતાંત છે, નિશ્ચલ છે !

[15] પૈસા કમાવામાં કોઈ કસર નહીં કરતાં, પણ એટલું સતત યાદ રાખજો કે રોટલી ઘઉંના લોટની બને છે, સુવર્ણરજની નહીં !

[16] દરેક ઉભરો શમી જતો હોય છે, માત્ર તમારી પાસે ધીરજ હોવી જોઈએ.

[17] બાળકને રમાડતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી ઉંમર અને બીજી બાળકની ઊંમર !

[18] પરશુરામે કર્ણને આપેલો શાપ આજે પણ દરેકને મળેલો છે, ખાસ કરીને રાજકારણીઓને…. કે અંતિમ સમયે કોઈ વિદ્યા કામમાં આવતી નથી, પૈસા પણ નહીં, મરવું પડે છે !

[19] લાગણીનો સંબંધ અને સંબંધમાં લાગણી બન્ને અલગ અલગ છે, વિચારજો !

[20] દરિયાની સમૃદ્ધિ અપાર છે. પામે છે કોણ ? જાનની બાજી લગાવી દેનાર મરજીવા. દરેક ક્ષેત્રમાં આવું હોય છે, મરજીવા પામી શકે છે, લગે રહો !

[21] તમારી હાલતની ખબર એક માતાને અને બીજી પત્નીને પડી જતી હોય છે. પત્ની એનાં કારણ શોધે છે, મા તેનું નિવારણ !

[22] બેસણામાં આવવાની કોઈની ઈચ્છા હોતી નથી, પણ ત્યાં જે હાજરીપત્રક રાખવામાં આવે છે, તેનો ડર એને ત્યાં આવવા મજબૂર કરે છે, વિચારજો !

[23] તમે જેની પાછળ પડ્યા છો આગળ રહેવાનો છે, ખ્યાલમાં રાખજો !

[24] દોસ્તી કારણથી પણ થતાં વાર લાગે છે, દુશ્મની કારણ વગર પણ થઈ શકે છે !

[25] લગ્ન કરો કે થાય એટલે જીવન ખાલી ખાલી નથી થઈ જતું, દુઃખી થવાની જરૂર નથી, એને માટે બીજાં અનેક કારણો છે, વિચારોમાં ફેરફાર કરો, સુખી થશો, કરશો !

[26] વૃદ્ધજનો માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ સાંભળનારની છે, સમય સાંપડ્યે પૂરી કરો, તેઓ સુખી થશે અને તમે સુખી બનશો !

[27] તમારા હોવાથી કશું ચાલતું નથી એટલે તમે નહીં હો તો કશું અટકી જવાનું નથી, યાદ રાખીને જીવતાં શીખો, તમારે ભાર રાખીને ફરવાની જરૂર નથી, સમજો બને એટલા જલ્દીથી !

[28] કોઈની હથેળીમાં રૂપિયા મૂકવા ઝૂંટવી લેવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.

[29] તમારી મહત્તાનો સ્વીકાર ઘરના સભ્યો કરે, એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !

[30] ખરીદી શકાય એવું સુખ ક્યાંય મળતું નથી, ને વેચી શકાય એવું દુઃખ હોતું નથી !